Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ત્રણ દિવસના ચૂંટણી પ્રચાર આવશે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Assembly Elections) ભાજપના (BJP)ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર અને રેલી કરશે.ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આ દિવસોમાં તેઓ G-20 સમિટ માટે વિદેશમાં છે. ગુજરાતમાં (Gujarat) તેમનો પ્રચાર કાર્યક્રમ 19મીથી શરૂ થશે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે વડાપ્રધાનશ્રી  મોદી 19 ,20 અને 21  નવેમ્બàª
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ત્રણ દિવસના ચૂંટણી પ્રચાર આવશે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Assembly Elections) ભાજપના (BJP)ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર અને રેલી કરશે.ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આ દિવસોમાં તેઓ G-20 સમિટ માટે વિદેશમાં છે. ગુજરાતમાં (Gujarat) તેમનો પ્રચાર કાર્યક્રમ 19મીથી શરૂ થશે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે વડાપ્રધાનશ્રી  મોદી 19 ,20 અને 21  નવેમ્બરે ગુજરાતમાં આવશે. આ દરમિયાન તેઓ ત્રણ  દિવસમાં વડાપ્રધાનશ્રી 8 જનસભાને સંબોધન કરશે .દક્ષિણ ગુજરાતના વાપીમાં  રોડ શો અને વલસાડમાં જંગી જનસભાને સંબોધન કરશે. 
ગુજરાતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો  કાર્યક્રમ 
  • વડાપ્રધાનશ્રી19 નવેમ્બરથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે.
  • વડાપ્રધાનશ્રી ત્રણ દિવસ એટલે કે 19,20 અને 21 નવેમ્બરે ગુજરાતમાં રહેશે.
  • ત્રણ દિવસમાં પીએમ મોદી 8 જનસભાને સંબોધન કરશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 19,20 અને 21 નવેમ્બરે બનાવેલા કાર્યક્રમ મુજબ 19 નવેમ્બરે વાપીમાં રોડ શો કરશે. આ પછી તેઓ વલસાડમાં સભાને સંબોધશે. આ પછી બીજા દિવસે એટલે કે 20 નવેમ્બરે તેઓ સૌરાષ્ટ્રના વેરાવળ, બોટાદ, અમરેલી અને ધોરાજીમાં સભા કરશે. અને  21 નવેમ્બરના રોજ વડાપ્રધાનશ્રી મોદી સુરેન્દ્રનગર,જંબુસર અને નવસારીમા  જનસભા કરશે, માનવામાં આવે છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી બંને તબક્કામાં 182 વિધાનસભા બેઠકો માટે 25 થી વધુ બેઠકો કરી શકે છે.
પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થશે
આ વખતે, 14 નવેમ્બર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે નામાંકન પ્રક્રિયાની છેલ્લી તારીખ હતી. બીજા તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયાની છેલ્લી તારીખ 17 નવેમ્બર રહેશે. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. તે જ સમયે, બંને તબક્કાની મતગણતરી 8 ડિસેમ્બરે કરવામાં આવશે અને સંભવત અંતિમ પરિણામો તે જ દિવસે મોડી રાત સુધીમાં જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા માટે ગેઝેટ નોટિફિકેશન 5 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા માટે 10 નવેમ્બરે જારી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બરે ચકાસણી થશે જ્યારે બીજા તબક્કાની તારીખ 18 નવેમ્બર છે. પ્રથમ તબક્કા માટે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર અને બીજા તબક્કા માટે 21 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.